
રાજ્યમાં વધતાં જતાં અકસ્માતો હવે જાણે સામાન્ય બનતા જય રહ્યા છે તેવું લાગી રહ્યું છે. તેવામાં શહેરમાં અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે અકસ્માત બન્યો હતો. કાર પાન પાર્લરમાં ઘૂસી જતાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
શહેરના અનિલ સ્ટાર્ચ વિકાસ એસ્ટેટની સામે સકસ્માતની ઘટના બની હતી. જેમાં કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ઘુમાવતા ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા હતા. જે બાદ કાર નજીકના પાન પાર્લરમાં ઘૂસી હતી. આ ઘટનામાં એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અકસ્માત બાદ ડ્રાઈવર ભાગીને બાજુના ઘરમાં સંતાઈ ગયો હતો.