Home / Gujarat / Junagadh : Kirit Patel hid a luxury car in the nomination form!

Visavadar news: ભાજપના ઉમેદવાર ફરી વિવાદમાં નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે Luxury car છુપાવી!

Visavadar news:  ભાજપના ઉમેદવાર ફરી વિવાદમાં નોમિનેશન ફોર્મમાં કિરીટ પટેલે Luxury car છુપાવી!

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે પણ ચૂંટણી પંચ કડક બની નિયમ મુજબ કાર્યવાહી કરતું હોવાના દાવાઓ થઈ રહ્યા છે. ઉમેદવારોએ એફિડેવિટમાં નિયત તમામ વિગતો જાહેર કરવી ફરજિયાત છે. પરંતુ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ચૂંટણી પંચને આપેલી માહિતી ખોટી હોવાની વિગત બહાર આવી છે. તેમની પાસે લક્ઝરી કાર હોવા છતાં સોગંદનામામાં જાહેર કર્યું નથી. કડક કાર્યવાહીના દાવા કરતું ચૂંટણી તંત્ર ભાજપના ઉમેદવારે છૂપાવેલી વિગતો અંગે શું કાર્યવાહી કરશે તેને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફોર્ચ્યુનર કાર RTOમાં કિરીટ પટેલના નામે 

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ વધુ એક વિવાદમાં ફસાયા છે. સોમવારે (બીજી જૂન) જંગલની જમીન રેવન્યુમાં તબદિલ કરી દીધી હોવાના મુખ્યમંત્રીની હાજરીમાં બણગા માર્યા હતા. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારીપત્ર રજુ કર્યું હતું. તેમાં કિરીટ પટેલે પોતાની પાસે એકપણ કાર ન હોવાનું દર્શાવ્યું છે. હકીકતે ટોયોટા કંપનીની GJ -18-BG-1602 નંબરની ફોર્ચ્યુનર કાર આજની તારીખે આરટીઓમાં કિરીટ બાલુભાઈ પટેલના નામે બોલે છે. આ કાર પહેલી મે 2017ના ખરીદવામાં આવી હોવાનો આરટીઓમાં ઉલ્લેખ છે. માલિકના મોબાઈલ નંબરમાં પણ કિરીટ પટેલના નંબરનો ઉલ્લેખ છે. 

2017માં કિરીટ પટેલે વિસાવદર બેઠક પરથી ઉમેદવારી કરી હતી. ત્યારે આ કાર દર્શાવી પણ હતી પરંતુ આ વખતે ઉમેદવારીપત્રમાં કોઈ કારણસર કારની વિગત જાહેર નહીં કરી છૂપાવવામાં આવી છે, જે ચૂંટણી પંચના નિયમ મુજબ ગેરવ્યાજબી ગણાય છે.

કિરીટ પટેલનો દાવા 'હું ક્યારેય ભૂલ ન કરૂ'

ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ અંગે વાંધો લેવામાં આવ્યો હતો, પરંતુ તેનું ફોર્મ માન્ય રહ્યું હતું. ત્યારબાદ મંગળવારે (ત્રીજી જૂન) રાત્રે ભેસાણમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પરથી કિરીટ પટેલે દાવાઓ કર્યા હતા કે, ‘મારા જિલ્લા પ્રમુખ તરીકેના બે ટર્મના કાર્યકાળ દરમિયાન બે લોકસભા, બે વિધાનસભા, જિલ્લાની તમામ નગરપાલિકા, તાલુકા- જિલ્લા પંચાયતની બે-બે વાર ચૂંટણી થઈ છે. તેમાં એકપણ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી. નાનામાં નાની બાબત અંગે સામાન્ય કાર્યકરની હું કાળજી રાખું છું તો મારા ફોર્મમાં કેટલી કાળજી રાખી હોય, હું થોડો ક્યારેય ભૂલ કરૂ’ 

જો કે આવો દાવો કરનાર કિરીટ પટેલે ફોર્મમાં ગાડી અંગેની વિગતો છૂપાવી ગંભીર ભૂલ કરી હોવાનું સામે આવ્યું છે. આરટીઓમાં હજુ પણ કાર કિરીટ પટેલના નામે બોલતી હોવા છતાં શા માટે ઉમેદવારીપત્રના સોગંદનામામાં વિગતો જાહેર ન કરી? તેવા સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં ચૂંટણી તંત્ર દ્વારા શું કાર્યવાહી થાય તે મહત્ત્વનું છે.

Related News

Icon