Home / Career : Bank of India recruitment for more than 150 posts

JOB / બેંક ઓફ ઈન્ડિયામાં 150થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા

JOB / બેંક ઓફ ઈન્ડિયામાં 150થી વધુ જગ્યાઓ પર થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા

જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. બેંક ઓફ ઈન્ડિયાએ ઓફિસર્સ (મેનેજરિયલ) ની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ bankofinfia.co.in દ્વારા આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2025 છે, રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલા અરજી કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ ભરતી ઝુંબેશ હેઠળ, સંસ્થામાં 159 જગ્યાઓ ભરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પસંદગી પ્રક્રિયા

આ ભરતીની પસંદગી પ્રક્રિયામાં ઉમેદવારોની સંખ્યાના આધારે ઓનલાઈન પરીક્ષા અને/અથવા વ્યક્તિગત ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. ઓનલાઈન પરીક્ષામાં અંગ્રેજી ભાષા, વ્યાવસાયિક જ્ઞાન અને સામાન્ય જાગૃતિના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પરીક્ષામાં કુલ 150 પ્રશ્નો હશે અને સમય 120 મિનિટનો રહેશે.

અંગ્રેજી ભાષાની કસોટી સિવાય અન્ય વિભાગના પ્રશ્નો બે ભાષામાં ઉપલબ્ધ રહેશે, એટલે કે, અંગ્રેજી અને હિન્દી. મેરિટ યાદી તૈયાર કરતી વખતે અંગ્રેજી ભાષામાં મેળવેલા માર્ક્સ નહીં ઉમેરવામાં આવે. જનરલ અને EWSના ઉમેદવારો માટે અંગ્રેજી ભાષા કસોટી, વ્યાવસાયિક જ્ઞાન કસોટી અને સામાન્ય જાગૃતિમાં લઘુત્તમ લાયકાતના માર્ક્સ 35 ટકા રહેશે.

નેગેટિવ માર્કિંગ

ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં ખોટા જવાબો માટે નેગેટિવ માર્કિંગ હશે. દરેક ખોટા જવાબ માટે નિર્ધારિત ગુણના ચોથા ભાગનો માર્ક કાપવામાં આવશે.

અરજી ફી

આ ભરતી માટે અરજી કરનારા SC/ST/PWD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા  છે, અને જનરલ તેમજ અન્ય કેટેગરીના ઉમેદવારો માટે તે 850 રૂપિયા છે. અરજી ફી માત્ર ઓનલાઈન મોડથી જ ચૂકવી શકાશે.

Related News

Icon