
કોલેજનો પહેલો દિવસ કોઈપણ વિદ્યાર્થી માટે ખૂબ જ ખાસ અને યાદગાર હોય છે, જેના માટે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હોય છે. બીજી તરફ, કોલેજના પહેલા દિવસે, વિદ્યાર્થીઓને અલગ જગ્યા, અજાણ્યા લોકો, નવા વાતાવરણ વગેરેનો ડર પણ હોય છે. આવી સ્થિતિમાં, જો તમારું સ્કૂલિંગ પણ પૂર્ણ થઈ ગયું હોય અને કોલેજ શરૂ થવાની હોય, તો આ માહિતી તમારા માટે છે, કારણ કે દેશની ઘણી કોલેજોમાં નવા સેમેસ્ટર શરૂ થઈ ગયા છે અને ઘણી કોલેજોમાં શરૂ થવાના છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે કોલેજના પહેલા દિવસે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ ભૂલો ટાળવી જોઈએ.
મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તૈયાર રાખો
કોલેજ જતા પહેલા, વિદ્યાર્થીઓએ તેમની મહત્ત્વપૂર્ણ વસ્તુઓ જેમ કે પેન, ટેક્સ્ટ બુક, નોટબુક, આઈડી કાર્ડ, કોલેજ બેગ વગેરે આગલી રાત્રે તૈયાર કરી લેવા જોઈએ. આમ કરવાથી, તમારે કોલેજના પહેલા દિવસે તમારી વસ્તુઓ લેવા માટે સવારે સમય નહીં બગાડવો પડે અને ન તો તમને મોડા પડવાની ચિંતા રહેશે.
આઉટફિટ
કોલેજના પહેલા દિવસે, એવો આઉટફિટ પસંદ કરો કે જે તમને આરામદાયક અને આત્મવિશ્વાસપૂર્ણ લાગે. ખૂબ જ ફોર્મલ કે ખૂબ જ કેઝ્યુઅલ આઉટફિટ ન પસંદ કરો.
પંકચ્યુઅલિટી
દરેક વિદ્યાર્થી માટે એક ગુણ હોવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તે છે પંકચ્યુઅલિટી. કોલેજના પહેલા દિવસે સમયસર પહોંચવું ખૂબ જ મહત્ત્વર્ણ છે. જો તમે મોડા જશો, તો પહેલા દિવસે જ તમારી ખોટી છાપ પડશે.
મિલનસાર બનો
કોલેજના પહેલા દિવસે, ઘણા વિદ્યાર્થીઓ નવા લોકો, નવા ક્લાસમેટ, શિક્ષકો અને સિનીયર લોકો સાથે વાત કરવામાં અચકાતા હોય છે, પરંતુ તમારે આવું ન કરવું જોઈએ. દરેક સાથે વાત કરવાનો પ્રયાસ કરો.
ડિસિપ્લીનમાં રહો
કોલેજના પહેલા દિવસે ડિસિપ્લીનમાં રહો. શિક્ષકો જે કંઈ કહે છે તે ધ્યાનથી સાંભળો. આ સાથે, કોલેજની બધી પ્રવૃત્તિઓમાં સામેલ થાઓ. ગભરાશો નહીં અને સકારાત્મક વલણ રાખો.