
સરકારે વિધાનસભામાં જાહેરાત કરીને 2022માં રાજ્યની સાત ખાનગી યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો આપ્યો હતો. જે સાથે 7 યુનિવર્સિટીઓને સરકારના ફી રેગ્યુલેશન્સના કાયદામાંથી મુક્તિ મળી હતી અને આ યુનિવર્સિટીઓ પોતાના કોર્સની ફી પોતે નક્કી કરતી હતી. આ દરમિયાન સ્ટેટસની 3 વર્ષની મુદત ગત ડિસેમ્બરમાં પુરી થયા બાદ સરકારે સંસ્થાઓ પાસેથી નવા સ્ટેટસ માટે અરજીઓ મંગાવી હતી. જેમાં 11 સંસ્થાએ અરજી કરી હતી અને એક અરજી પરત થયા બાદ અગાઉની સાત અને વધારાની ત્રણ સહિત 10 યુનિવર્સિટીઓને પાંચ વર્ષ માટે સેન્ટર ઓફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. આ યુનિવર્સિટીઓ દ્વારા વિવિધ કોર્સમાં 2025-26ની ફી નક્કી કરવામાં આવી છે અને સરકારે મંજૂર કરી દીધી છે.
વધુ ત્રણ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલેન્સનો દરજ્જો
નિરમા, ચારૂસેટ, મારવાડી, DAIICT, CEPT, પીડીઈયુ અને અમદાવાદ યુનિવર્સિટી સહિતની સાત યુનિવર્સર્ટીઓને સરકારે 2022માં સેન્ટર ઓફ એક્સેલન્સ સ્ટેટસ આપ્યુ હતું. જેથી આ યુનિવર્સિટીઓ ફી રેગ્યુલેશન્સથી બહાર આવી ગઈ હતી અને આ યુનિવર્સિટીઓની ફી સરકારની ફી રેગ્યુલેશન કમિટી નહતી નક્કી કરતી. જેના કારણે અમદાવાદ યુનિવર્સિટીની સ્ટેટસ પહેલાની એટલે કે છેલ્લી એફઆરસી મુજબની ફી બી.ઈમાં 1.73 લાખ હતી.જે હવે 2025-26માં વધીને 3.75 લાખ થઈ છે. જ્યારે DAIICTની ફી જે ત્રણ-ચાર વર્ષ પહેલા 1.72 લાખ હતી તે હવે વધીને 3.57 લાખ થઈ ગઈ છે. નિરમા યુનિવર્સિટીની ફી 1.81 લાખથી વધીને 2.55 લાખ થઈ છે. સરકારે આ વર્ષે વધુ ત્રણ યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલેન્સનો દરજ્જો આપ્યો છે. જેમાં ગણપત યુનિવર્સિટી, પારૂલ યુનિવર્સિટી અને અનંત યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. મોટી ખાનગી યુનિવર્સિટીઓની કેટલાક કોર્સની વાર્ષિક ફીમાં ખૂબ જ વધારો થયો છે.
ક્યાં કેટલી ફી વધી?
સેપ્ટ યુનિવર્સિટીમાં આર્કિટેકચરની ફી 2023-24માં 3.47 લાખ હતી જે હવે આ વર્ષે વધીને 4.55 લાખ થઈ છે. આમ બે વર્ષમાં 1 લાખથી પણ વધુ ફી વધી છે. જ્યારે અન્ય યુનિવર્સિટીઓની બી.ઈની ફીમાં અગાઉની ફી સામે કોઈ મોટો ફેરફાર નથી થયો. પરંતુ 2025-26ની નક્કી થયેલી ફી મુજબ એમબીએમાં નિરમા યુનિવર્સિટીમાં સૌથી વધુ 6.40 લાખ ફી થઈ છે. જ્યારે પીડીઈયુમાં એમબીએની ફી પાંચ લાખ રૂપિયા થઈ છે. મારવાડી યુનિવર્સિટીમાં આ વર્ષે બી.ઈની ફી 1.40 લાખ રૂપિયા થઈ છે. જ્યારે પારૂલ યુનિવર્સિટીમાં અગાઉ 3 વર્ષ પહેલા બી.ઈમાં 94,800 ફી હતી અને હવે 1.51 લાખ થઈ છે. ગણપત યુનિવર્સિટીમાં 1.19 લાખ ફી હતી જે હવે 1.60 લાખ થઈ છે. અનંત યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ પહેલા 2.55 લાખ ફી હતી જે હજુ પણ 2.55 લાખ રહી છે. આમ હવે મોટી ખાનગી યુનિવર્સિટીઓમાં એમબીએ, આર્કિટેક્ચર તેમજ ડિગ્રી ઈજનેરી સહિતના કોર્સમાં ભણવું ખૂબ મોંઘુ થઈ ગયું છે. નિરમા યુનિવર્સિટીની એમ. ફાર્મમાં 4.30 લાખ રૂપિયા ફી છે. જ્યારે અમદાવાદ યુનિ.માં એમબીએની ફી 5.70 લાખ રૂપિયા થઈ છે.
સેન્ટર ઓફ એક્સેલન્સ ધરાવતી યુનિવર્સિટીઓની ફી
કોર્સ | અનંત | DAIICT | અમદાવાદ | નિરમા | ચારૂસેટ | પારૂલ | પીડીઈયુ | ગણપત |
બી.આર્ક | 3.06 લાખ | 2.75 લાખ | 1.34 લાખ | 1.50 લાખ | ||||
એમ.આર્ક | 2.08 લાખ | 3.57 લાખ | 2.40 લાખ | |||||
બી.ઈ | 2.62 લાખ | 1.80 લાખ | 3.75 લાખ | 2.55 લાખ | 1.48 લાખ | 1.51 લાખ | 2.75 લાખ | 1.60 લાખ |
એમ.ઈ | 1.75 લાખ | 2.80 લાખ | 1.00 લાખ | 1.15 લાખ | 1.50 લાખ | 1.10 લાખ | ||
એમબીએ | 5.70 લાખ | 6.40 લાખ | 1.45 લાખ | 2.00 લાખ | 5.00 લાખ | 1.50 લાખ | ||
બી.ફાર્મ | 2.90 લાખ | 1.55 લાખ | 1.96 લાખ | 1.50 લાખ | ||||
એમ.ફાર્મ | 4.30 લાખ | 2.00 લાખ | 1.50 લાખ | 1.80 લાખ | ||||
એમસીએ | 1.83 લાખ | 1.20 લાખ | 1.28 લાખ | |||||
એમ.પ્લાન | 2.80 લાખ | 0.65 લાખ | ||||||
ડિ.એન્જિ | 0.70 લાખ | 0.55 લાખ |