
સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. કોઈપણ પરીક્ષા આપ્યા વિના સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જોતા યુવાનોને ભારતીય ટપાલ વિભાગમાં નોકરી મેળવવાની ઉત્તમ તક મળી રહી છે. ઈન્ડિયા પોસ્ટે 2025માં ગ્રામીણ ડાક સેવક (GDS)ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. ઈન્ડિયા પોસ્ટ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS), બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM) અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (ABPM)ની કુલ 21,413 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી દ્વારા દેશભરના 23 સર્કલ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર શરૂ થઈ ગઈ છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે. ઓનલાઈન અરજી લિંક સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર ઉપલબ્ધ છે. ભરતી પ્રક્રિયામાં આંધ્રપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પૂર્વ, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોને આવરી લેવામાં આવ્યા છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશમાં મહત્તમ ભરતીઓ કરવાની છે. ત્યારબાદ તમિલનાડુનો નંબર આવે છે.
કોણ અરજી કરી શકે છે?
10મું પાસ ઉમેદવારો ૩ માર્ચ 2025 સુધી સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જોકે, અરજી 6 થી 8 માર્ચ સુધી સુધારવામાં આવશે. ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2025 માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ગણિત અને અંગ્રેજી સાથે દસમું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. 10મા ધોરણ સુધી સ્થાનિક ભાષાનું જ્ઞાન, તેમજ મૂળભૂત કોમ્પ્યુટર કૌશલ્ય જરૂરી છે. આ ઉપરાંત ઉમેદવારોને સાયકલ ચલાવતા આવડવું જોઈએ. તેમજ તેમની પાસે આજીવિકાના પૂરતા સાધનો હોવા જોઈએ.
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયા સિસ્ટમ દ્વારા જનરેટ કરાયેલ મેરિટ લિસ્ટ પર આધારિત હશે. આમાં કોઈ પરીક્ષા નહીં હોય. મેરિટ લિસ્ટ ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે તૈયાર કરવામાં આવશે, જેને ચાર દશાંશ સ્થાન સુધી ટકાવારીમાં રૂપાંતરિત કરવામાં આવશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોએ તેમના દસ્તાવેજો ચકાસવા પડશે. જો જરૂર પડશે તો, મૂળભૂત તબીબી તંદુરસ્તી પરીક્ષણ લેવામાં આવશે.
મહત્વપૂર્ણ તારીખ
- સત્તાવાર વેબસાઇટ પર નોંધણી પ્રક્રિયા પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.
- ઇન્ડિયા પોસ્ટ GDS માટે સૂચના પ્રકાશન તારીખ 10 ફેબ્રુઆરી 2025 છે.
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ 10 ફેબ્રુઆરી 2025 છે.
- ઇન્ડિયા પોસ્ટ GDS માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2025 છે.
- ફોર્મમાં સુધારો કરવાની છેલ્લી તારીખ 6 થી 8 માર્ચ 2025 છે.
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે પહેલા indiapostgdsonline.gov.in ની મુલાકાત લેવી જોઈએ.
- હવે રજીસ્ટર ટેબ પર ક્લિક કરો. પછી તમારું નામ, જન્મ તારીખ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો.
- તમારા ઓળખપત્રો સાથે લોગ ઇન કરો અને તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક માહિતી દાખલ કરો.
-હવે તમારા ફોટોગ્રાફ, સહી અને શૈક્ષણિક પ્રમાણપત્રોની સ્કેન કરેલી કોપી અપલોડ કરો.
- ચુકવણી પ્રક્રિયા ઓનલાઈન પૂર્ણ કરો. આ સાથે અરજી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
- આ પછી ભવિષ્યના સંદર્ભ માટે એક નકલ તમારી પાસે રાખો.