Home / Career : Notification released for SSC CGL apply before this date

JOB / SSC CGL માટે બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન, 14 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી

JOB / SSC CGL માટે બહાર પાડવામાં આવ્યું નોટિફિકેશન, 14 હજારથી વધુ જગ્યાઓ પર નીકળી ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા અથવા SSC CGL માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ વર્ષે, ભરતી ઝુંબેશનો હેતુ 14,582 ખાલી જગ્યાઓ ભરવાનો છે, જેના માટે (ssc.gov.in.) પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહત્ત્વપૂર્ણ તારીખો નોંધ લો

  • અરજી શરૂ થવાની તારીખ: 09 જૂન, 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 04 જુલાઈ, 2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
  • ફી ભરવાની છેલ્લી તારીખ: 5 જુલાઈ, 2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
  • અરજી ફોર્મમાં સુધારાની તારીખ: 09થી 11 જુલાઈ, 2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
  • ટિયર 1 પરીક્ષાનું સંભવિત શેડ્યૂલ: 13થી 30 ઓગસ્ટ, 2025
  • ટિયર 2 પરીક્ષાનું સંભવિત શેડ્યૂલ: ડિસેમ્બર, 2025

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

કેન્દ્ર સરકારના વિભાગોમાં ગ્રુપ Bની આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સેન્ટ્રલ એક્સાઈઝ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્ફોર્સમેંટ ઓફિસર, સબ ઇન્સ્પેક્ટર, પોસ્ટલ ઇન્સ્પેક્ટર, નાર્કોટિક્સ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, NIA સબ ઇન્સ્પેક્ટર, જુનિયર સ્ટેસ્ટિકલ ઓફિસર વગેરે જગ્યાઓ અને ગ્રુપ C ઓડિટર, એકાઉન્ટન્ટ, પોસ્ટલ આસિસ્ટન્ટ, અપર ડિવિઝનલ ક્લાર્ક, સિનિયર એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, ટેક્સ આસિસ્ટન્ટ વગેરે જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ટિયર-1 અને ટિયર2 પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે?

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2025ની તારીખો જાહેર કરી છે. કમિશન અનુસાર, SSC CGL ટિયર-1 પરીક્ષા 13 ઓગસ્ટથી 30 ઓગસ્ટ, 2025 વચ્ચે લેવામાં આવશે. જ્યારે ટિયર-2 પરીક્ષા ડિસેમ્બર 2025માં લેવામાં આવશે.

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

આ ભરત અભિયાનમાં અલગ-અલગ જગ્યાઓના આધારે વય મર્યાદા 18થી 30 વર્ષ, 20થી 30 વર્ષ, 18થી32 વર્ષ અથવા 18થી 27 વર્ષ છે. વય મર્યાદા નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ 01 ઓગસ્ટ, 2025 રહેશે અને રિઝર્વેશન કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

તેવી જ રીતે, શૈક્ષણિક લાયકાત પણ અલગ-અલગ જગ્યાઓ અનુસાર બદલાય છે. ઉમેદવારો વિગતવાર માહિતી માટે નોટિફિકેશન ચેક કરી શકે છે.

અરજી ફી

SSC CGL માટે અરજી ફી 100 રૂપિયા છે. મહિલા ઉમેદવારો,  SC, ST, PwBDના ઉમેદવારો અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) ને અરજી ફી ચૂકવવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી બે-સ્તરીય કમ્પ્યુટર-આધારિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રાઉન્ડ થશે. નોટિફિકેશનમાં કમ્પ્યુટર-આધારિત પરીક્ષાની યોજના અને કોર્સનો ઉલ્લેખ છે. કમિશને જણાવ્યું હતું કે અંતિમ પરિણામ જાહેર થયા પછી વિભાગો દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે.

કમિશને અરજી પ્રક્રિયા સંબંધિત મહત્ત્વપૂર્ણ માહિતી જાહેર કરી

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ અરજી પ્રક્રિયામાં કરવામાં આવેલા ફેરફારો અંગે મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરી છે. કમિશને સ્પષ્ટતા કરી છે કે કોઈપણ વ્યક્તિ SSCની નવી વેબસાઈટ પર તેનું વન ટાઈમ રજીસ્ટ્રેશન (OTR) અને આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કર્યા પછી જ સ્ક્રાઇબ (Scribe) તરીકે કાર્ય કરી શકશે.

જો કોઈ ઉમેદવારના સ્ક્રાઇબ આધાર ઓથેન્ટિકેશન સાથે લિંક થયેલ ન હોય, તો આવી સ્થિતિમાં કમિશન પોતે સ્ક્રાઇબને પ્રમાણપત્ર આપશે. ઉપરાંત, કમિશને એ પણ જણાવ્યું છે કે જે ઉમેદવારો હજુ સુધી નવી વેબસાઈટ https://ssc.gov.in પર OTR નથી કરી શક્યા, તેમણે શક્ય તેટલી વહેલી તકે નવું OTR મેળવવું પડશે, કારણ કે જૂની વેબસાઈટ https://ssc.nic.in પરથી મેળવેલ OTR હવે માન્ય નહીં રહે.

મહત્ત્વની વાત એ છે કે OTR પૂર્ણ કર્યા પછી જ, ઉમેદવારો SSC CGL 2025 પરીક્ષા માટે અરજી કરી શકશે. આવી સ્થિતિમાં, રસ ધરાવતા ઉમેદવારોએ વિલંબ કર્યા વિના નવી વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ.

Related News

Icon