Home / Career : These 5 exams of India are also most difficult Apart from UPSC

UPSC જ નહીં ભારતમાં આ 5 પરીક્ષાઓ પણ છે સૌથી અઘરી, જાણો યાદીમાં ક્યા નામ છે સામેલ

UPSC જ નહીં ભારતમાં આ 5 પરીક્ષાઓ પણ છે સૌથી અઘરી, જાણો યાદીમાં ક્યા નામ છે સામેલ

ભારતમાં ઘણી એવી પરીક્ષાઓ છે જે પાસ કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. ભલે UPSC એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષા માનવામાં આવે છે, પરંતુ આ સિવાય પણ ઘણી બધી પરીક્ષાઓ છે, જેમાં પાસ થવા માટે ઉમેદવારોએ સખત મહેનત કરવાની જરૂર પડે છે. ચાલો જાણીએ UPSC સિવાય ભારતની 5 સૌથી અઘરી પરીક્ષાઓ વિશે, જેમાં પાસ થવા માટે ઉમેદવારોને દિવસ-રાત સખત મહેનત કરવી પડે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

JEE (જોઈન્ટ એન્ટ્રેસ એક્ઝામ)

એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓ માટે JEE એડવાન્સ્ડ પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા, વ્યક્તિને દેશના પ્રતિષ્ઠિત IIT એટલે કે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રવેશ મળે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે, પરંતુ માત્ર થોડા હજાર વિદ્યાર્થીઓને જ સીટ મળે છે.

NEET (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ)

મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટે NEET પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS અને BDS જેવા કોર્સમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. ભારે સ્પર્ધા અને મર્યાદિત સીટને કારણે, તેમાં પાસ થવું ખૂબ જ અઘરું છે.

CA (ચાર્ટર્ડ એકાઉન્ટન્સી પરીક્ષા)

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટે ICAI (ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા) દ્વારા લેવામાં આવતી CA પરીક્ષા પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષામાં ત્રણ તબક્કા છે - CA ફાઉન્ડેશન, CA ઈન્ટરમીડિયેટ અને CA ફાઈનલ. CA બનવા માટે ફાઈનલ પાસ કરવી જરૂરી છે. આ પરીક્ષા એટલી અઘરી છે કે બહુ ઓછા ઉમેદવારો પહેલા પ્રયાસમાં જ પાસ થઈ શકે છે.

GATE (ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઈન એન્જિનિયરિંગ)

GATE પરીક્ષા એન્જિનિયરિંગ અને સાયન્સ ગ્રેજ્યુએટ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા દ્વારા, ઉમેદવારોને IIT, NIT અને અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં M.Tech અને PhD માટે પ્રવેશ મળે છે. ઉપરાંત, ઘણા જાહેર ક્ષેત્રના સાહસો (PSUs) આ પરીક્ષાના સ્કોરના આધારે નોકરીઓ પૂરી પાડે છે.

CLAT (કોમન લો એડમિશન ટેસ્ટ)

જો તમે દેશની ટોપ લો કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા હોવ, તો CLAT પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ પરીક્ષા નેશનલ લો યુનિવર્સિટી અને અન્ય અગ્રણી કાયદા સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આમાં, ઘણા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે.

Related News

Icon