
આજના સમયમાં, કારકિર્દી બનાવવી એ ફક્ત ગ્રેજ્યુએશન સુધી મર્યાદિત નથી. એવા ઘણા ડિપ્લોમા કોર્સ છે, જે 12મા ધોરણ પછી કરવામાં આવે તો તમને સારી નોકરી માટે ઉત્તમ વિકલ્પો મળી શકે છે. જો તમે 12મા પછી તમારા કરિયરને ઝડપથી આગળ વધારવા માંગતા હોવ, તો તમે કેટલાક ડિપ્લોમા કોર્સ કરી શકો છો અને ઝડપથી નોકરી મેળવી શકો છો. આ લેખમાં કેટલાક ડિપ્લોમા કોર્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. આ કોર્સમાં, પ્રેક્ટિકલ નોલેજ અને સ્કિલ્સ પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓ જે-તે ક્ષેત્ર માટે ઝડપથી તૈયારી કરી શકે અને સારી નોકરી મેળવી શકે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ડિપ્લોમા
આજકાલ બજારમાં AIનું જ્ઞાન ધરાવતા લોકોની ખૂબ માંગ છે. આવી સ્થિતિમાં, આ સમયે તમારા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ડિપ્લોમા કરવું બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. જોકે આ કોર્સ કોમ્પ્યુટર સાયન્સમાં આવે છે, પરંતુ ઘણી ઓફલાઇન અને ઓનલાઈન સંસ્થાઓ છે જે AIમાં ડિપ્લોમા ઓફર કરે છે.
સાયબર સિક્યોરિટીમાં ડિપ્લોમા
જો તમને ટેકનોલોજીના ક્ષેત્રમાં રસ હોય તો તમે સાયબર સિક્યોરિટીમાં ડિપ્લોમા કરી શકો છો. હાલમાં, લગભગ બધી સરકારી અને ખાનગી કંપનીઓમાં સાયબર સુરક્ષાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં, આ કોર્સ તમારા માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ અંતર્ગત ડેટા કલેક્શન અને પ્રોસેસિંગ, સિક્યોરિટી સ્ટ્રેટેજી, ઓપરેશનલ સેફ્ટી મેનેજમેન્ટ, મધ્યસ્થીઓની ભૂમિકા, સિક્યોરિટી ઈકોનોમિક્સ એન્ડ પોલિસી, સાયબર લો, સાયબર સુરક્ષાનો પરિચય, ક્રિપ્ટોગ્રાફી, નેટવર્કિંગ, ફાયરવોલ સંબંધિત વિષયો શીખવવામાં આવે છે. ઘણી કોલેજો અને સંસ્થાઓ આમાં ડિપ્લોમા ઓફર કરે છે.
ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં ડિપ્લોમા
જો તમને ઈન્ટિરિયર ડિઝાઇનિંગમાં રસ હોય તો આ કોર્સ તમારા માટે જછે. આ કોર્ષ પૂર્ણ કર્યા પછી, તમને સરળતાથી નોકરી તો મળશે જ, પણ જો તમે ઈચ્છો તો, તમે તમારો પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. તમને જણાવી દઈએ કે ઈન્ટિરિયર ડિઝાઇનિંગનો કોર્ષ 6 મહિનાથી 1 વર્ષનો હોય છે.
ડિજિટલ માર્કેટિંગમાં ડિપ્લોમા
આજના ડિજિટલ યુગમાં, દરેક કંપનીને તેની ઓનલાઈન હાજરી જાળવી રાખવા માટે ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાતોની જરૂર હોય છે. જો તમને ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા અને માર્કેટિંગમાં રસ છે, તો આ કોર્સ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જોબ પ્રોફાઈલ વિશે વાત કરીએ તો, આ કોર્સ પછી તમે SEO એક્સપર્ટ, સોશિયલ મીડિયા મેનેજર, કન્ટેન્ટ માર્કેટર, PPC એક્સપર્ટ વગેરે બની શકો છો.