Home / Gujarat / Ahmedabad : Ahmedabad news: 50 new cases of Corona in the city in a single day

Ahmedabad news: એક જ દિવસમાં શહેરમાં કોરોનાના 50 નવા કેસ, કુલ 197 એક્ટિવ કેસ

Ahmedabad news: એક જ દિવસમાં શહેરમાં કોરોનાના 50 નવા કેસ, કુલ 197 એક્ટિવ કેસ

ગુજરાતમાં કોરોનાના કેસને મામલે અમદાવાદ એપિસેન્ટર બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાથી મૃત્યુની આ સતત બીજી ઘટના છે. અગાઉ 47 વર્ષીય મહિલાએ પણ એલ.જી હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો. બીજી બાજું ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 338 થયોછે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

18 વર્ષીય સગર્ભાનું કોરોનાથી મોત

અમદાવાદમાં બીજી જૂનના સવારની સ્થિતિએ કોરોનાના 50 નવા કેસ નોંધાયા હતા. જેમાંથી 16દર્દીઓ સાજા થયા હતા. બીજી તરફ વિંઝોલની 18 વર્ષીય સગર્ભાનું કોરોનાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. આ મહિલા શ્વાસની સમસ્યા સાથે બે દિવસ અગાઉ એલ.જી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે સોમવારે સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદમાં અત્યાર સુધી કોરોનાના 270 કેસ નોંધાઈ ચૂક્યા છે. 72 દર્દીઓ સાજા થયા છે જ્યારે બે વ્યક્તિના મૃત્યુ થયા છે. 

અમદાવાદમાં કોરોનાના ઝોન પ્રમાણે એક્ટિવ કેસ 

 

ઝોન એક્ટિવ કેસ
ઉત્તર-પશ્ચિમ 61
પશ્ચિમ 53
દક્ષિણ-પશ્ચિમ 37
દક્ષિણ 22
પૂર્વ 16
ઉત્તર 04
મધ્ય 04
કુલ 197

197 એક્ટિવ કેસ

આમ 197 દર્દીઓ કોરોનાની હાલ સારવાર હેઠળ છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તરપશ્ચિમમાં સૌથી વધુ 61, પશ્ચિમ ઝોનમાં 53, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 37કેસ નોંધાયા છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 3 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 44 વર્ષીય, 74 વર્ષીય પુરુષ અને 8 માસની બાળકીનો સમાવેશ થાય છે. જેમાંથી 8 માસની બાળકી છેલ્લાં ચાર દિવસથી ઓક્સિજન હેઠળ છે.

બીજી તરફ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 18ના વધારા સાથે કોરોનાના 338 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 11 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસને મામલે કેરળ 1435 સાથે મોખરે, મહારાષ્ટ્ર 506 સાથે બીજા, દિલ્હી 483 સાથે ત્રીજા જ્યારે ગુજરાત ચોથા સ્થાને છે.

Related News

Icon