Home / India : Senior IT official caught taking bribe by CBI, a private person also arrested

વરિષ્ઠ IT આધિકારીને CBIએ લાંચ લેતા પકડાયો, એક ખાનગી વ્યક્તિની પણ ધરપકડ

વરિષ્ઠ IT આધિકારીને CBIએ લાંચ લેતા પકડાયો, એક ખાનગી વ્યક્તિની પણ ધરપકડ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ભારતીય મહેસૂલ સેવા (IRS) ના એક વરિષ્ઠ અધિકારી અને એક ખાનગી વ્યક્તિની 25 લાખ રૂપિયાની લાંચ લેવાના આરોપસર ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ અધિકારી 2007 બેચના IRS અધિકારી અમિત કુમાર સિંઘલ છે, જે હાલમાં નવી દિલ્હીમાં કરદાતા સેવા નિયામકાલયમાં એડિશનલ ડિરેક્ટર જનરલ (ADG) તરીકે પોસ્ટેડ હતા. CBI એ 31 મે, 2025 ના રોજ આ મામલે કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે અમિત કુમાર સિંઘલે આવકવેરા વિભાગમાં મદદ મેળવવાના બદલામાં ફરિયાદી પાસેથી 45 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જો પૈસા આપવામાં ન આવે તો ફરિયાદીને કાનૂની કાર્યવાહી, ભારે દંડ અને હેરાનગતિની ધમકી આપવામાં આવી રહી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CBI ટીમે છટકું ગોઠવ્યું અને મોહાલીમાં અધિકારીના ઘરે કાર્યવાહી કરી, જ્યાં આરોપી ખાનગી વ્યક્તિ હર્ષ કોટક 25 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડાયો. ફરિયાદી પાસેથી આ રકમ લેવામાં આવી રહી હતી, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે તે IRS અધિકારીને પહોંચાડવાની હતી. આ પછી, CBI એ વસંત કુંજ (નવી દિલ્હી) સ્થિત તેમના ઘરેથી વરિષ્ઠ IRS અધિકારી અમિત કુમાર સિંઘલની પણ ધરપકડ કરી. બંને આરોપીઓને હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ સમગ્ર કેસમાં, CBI ટીમ દિલ્હી, પંજાબ અને મુંબઈમાં અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. CBI આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ભવિષ્યમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Related News

Icon