પહેલગાંવ આતંકીહુમલા પછી ભારત-પાક. વચ્ચે સતત તંગદિલી વધતી જાય છે. બીજી તરફ પાકિસ્તાનના નેતાઓ બેફામ નિવેદનો કરી રહ્યા છે. પહેલગાંવ હુમલા પછી સમગ્ર દેશમાં આક્રોશ છે. આજે સવારે ૧૧ વાગે કેબિનેટ કમિટી ઓફ સિક્યોરિટી (CCS)ની બેઠક મળશે. તેમાં સંરક્ષણ સહિત અન્ય તમામ તૈયારીઓ વિષે ચર્ચા થશે. CCSની બેઠક પછી વડાપ્રધાનની અધ્યક્ષતામાં CCPA (કેબિનેટ કમીટી ઓન પોલિટિકલ અફેર્સ)ની પણ મહત્ત્વની બેઠક મળશે.

