VIDEO: અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચકચારી ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના એટીએમમાં 5.50 લાખની ચોરી કરી પાંચ તસ્કરો કારમાં ફરાર થયા હતા. રાત્રિ દરમ્યાન કારમાં આવેલા પાંચ તસ્કરો એટીએમના સીસીટીવી ઉપર સ્પ્રે મારી ગૅસ કટરથી એટીએમ કાપી તેમાં રહેલા 5.50 લાખની રોકડ ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરો લાખોની ચોરી કરી એટીએમને આગચંપી કરી હતી. ખાનગી કંપનીના એટીએમમાં કોઈ ચોકીદાર હાજર ન હોવાનું સામે આવ્યું હતું.
પવિત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલા બસ સ્ટેશન પાસે રાત્રે વૈભવી કારમાં હથિયારો સાથે આવેલા તસ્કરો ખાનગી એટીએમને નિશાન બનાવ્યું હતું. આ એટીએમમાં ઘુસી તસ્કરો સીસીટીવીમાં સ્પ્રે મારી ગૅસ કટરથી એટીએમ કાપીને તેમાં રહેલા 5.50 લાખ ચોરી કર્યા બાદ આગ લગાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જો કે, એટીએમ ચોરી કરવા આવેલા આ પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. જેથી એટીએમમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે એફએસએલની ટીમ બોલાવી વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી. સેંકડો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે લાખોની ચોરી બાદ સુરક્ષા સામે સવાલો ઉઠયા છે.