ચૈતર વસાવાના સમર્થકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. આ દરમિયાન મોડી રાત્રે પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે સામાન્ય ઘર્ષણની ઘટના બની હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચેતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ડેડીયાપાડા તાલુકા પંચાયત પ્રમુખને મારામારી ગાળો બોલવાની અને જાનથી મારી નાખવાની ધમકી ધારાસભ્ય ચાલુ મિટિંગમાં આપી તેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આટલી નાની કલમોમાં પોલીસ નોટિસ આપ્યા વગર કેવી રીતે ધરપકડ કરી તે પણ તપાસનો વિષય બન્યો છે