
ઇન્દોર, મધ્યપ્રદેશ ખાતે તારીખ 7 થી 9 મે 2025 દરમિયાન St. Norbert International School ખાતે યોજાયેલ નેશનલ પિટ્ટુ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં ગુજરાત ટીમે શાનદાર પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપ પોતાના નામે કરી છે. સબ જુનિયર બોયઝ કેટેગરીના ફાઈનલ મેચમાં ગુજરાતે ઉત્તરાખંડ સામે શ્રેષ્ઠ રમત દર્શાવીને વિજય મેળવ્યો હતો. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં સમગ્ર ભારતના ૨૨ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.
ગુજરાત ટીમના નીચેના ખેલાડીઓએ દેખાડ્યું કૌશલ્ય
હિલ વાછાણી, સ્વયમ ભંડેરી, કુંજ સગર, કુંજ તેજાણી, સોહમ બોરડ, અર્થ સોરઠિયા, નક્ષ સાવાણી, સ્નેહ રૈયાણી, સ્પર્શ રૈયાણી અને તેજ માલવિયાએ ટીમમાં ભાગ લીધો હતો. આ સિદ્ધિ બદલ સ્વામિનારાયણ મિશન, સુરતના પૂજ્ય વિશ્વમંગલદાસજી અને આચાર્ય શૈલેશ સુતરિયા દ્વારા ખેલાડીઓને આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
ટીમનું મનોબળ વધાર્યુ
વિજેતા ગુજરાત ટીમનું માર્ગદર્શન મેહુલ ચિત્રોડા, કિશોર પટેલ, અને મોહિત ચૌહાણે કર્યું હતું, જેમની માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે એકતા અને ઉત્સાહ સાથે શ્રેષ્ઠ રમત બદલ ટીમનું હાર્દિક અભિનંદન કરીને તેમનું મનોબળ વધાર્યું.