
અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ ને લઈ સતત કોઈને કોઈ સમાચાર સામે આવી રહ્યા છે. એવામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ આપવાને મામલે મુખ્ય આરોપી લલ્લુ બિહારીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. ચંડોળા તળાવના કુખ્યાત આરોપી લલ્લુ બિહારીને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો જ્યાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહત્તમ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે કુખ્યાત આરોપી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.