
અમદાવાદનું ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજ્ય સરકારે AMCને સોપ્યું હતું. વર્ષોથી આ તળાવમાં ગેકાયદેસર બંગલા, રિસોર્ટ અને અંદાજે 2 હજાર ઝૂંપડાના દબાણ AMCની રહેમ નજર હેઠળ ફૂલ્યા ફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા કોર્પેરેશનના વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા, વર્ષ 2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા AMC તરફથી 20 કરોડનું ટેન્ડર બહાર પડાયું હતું.
વર્ષો પછી ગેરકાયદેસર દબાણનો સફાયો
દક્ષિણ ઝોનમાં આવેલા ચંડોળા તળાવ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડવા માટે મંગળવાર સવારથી AMCની 7 ઝોનની ટીમ ચંડોળા તળાવ વિસ્તારમાં કામે લાગ્યા છે. વાસ્તવિક્તા એ છે કે અમદાવાદ AMCએ વર્ષ 1995થી 2000 અને 2005થી આજદીન સુધી ભાજપ સત્તાસ્થાને છે. વર્ષ 2000થી 2005 સુધીના પાંચ વર્ષના સમયને બાદ કરતા 25 વર્ષથી સત્તાને સ્થાને રહેલા ભાજપને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓને કયા કારણથી ચંડોળા તળાવમાં થતા ગેરકાયદેસર બાંધકામ નજરે ના પડ્યાં?
મુઘલ સલ્તનનતા બેગમે બનાવ્યું આ તળાવ
ચંડોળા વિસ્તાર પહેલા આશાવલ નામે ઓળખાતો
અમદાવાદના સૌપ્રથમ આર્ટિફિશિયલ તળાવ ચંડોળાને મુઘલ સુલતાન તજ્ન ખાનના પત્ની દ્વારા બનાવવામાં આવેલું.
ખેતી અને પશુપાલન માટે ચંડોળામાંથી પાણી પુરુંપડાતું હતું.
અહમદશાહના સમયે ચંડોળા નો ઉપયોગ શાહી બગીચા માટે થયો.
મુઘલસ મરાઠાઓએ તળાવનો ઉપયોગ સિંચાઈ, પીવાના પાણી માટે કર્યો.
બ્રિટિશ શાસનમાં શહેરની વધતી વસ્તીને પાણી આપવા થયો.
1930માં દાંડી યાત્રા દરમિયાવ ગાંધીજીએ તળાવ નજીક આરામ કર્યો
1970-80માં ગેરકાયદે વસાહતો બની
1970-80માં ઔદ્યોગિક વિકાસને કારણે ગેરકાયદેસર વસાહતો બની
2002 પછી NGOએ સિયાસત નગર નામની રાહત શિબિર બનાવી.
2009માં દબાણ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ફરી દબાણ વધવા લાગ્યું.
2010 પછીથી ચંડોળા તળાવની આસપાસ મોટા પાટે દબાણો થયા.
1200 હેક્ટરમાં ચંડોળા તળાવ ફેલાયું છે.
ચંડેળા તળાવ પર ગેરકાયદેસર બંગલા, ઝૂપડપટ્ટી
સામાન્ય નાગરિક પર સત્તાનો રોફ બતાવી તેના દ્વારા થતા સામાન્ય રિપેરીંગ જેવા કામને અટકાવી દેવામાં બહાદુરી બતાવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભઆગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી લઈ વોર્ડ ઈન્સેક્ટરને પણ ચંડોળા તળાવની જગ્યામાં દિવસે ના વધે એટલા રાતે વધે એ કહેવત મુજબ અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ના દેખાયા હોય એ વાત માની શકાય એવી નથી.
માર્જિનની જગ્યામાં થયેલુ બાંધકામ એસ્ટેટ વિભાગના અધિકારીના ધ્યાનમાં આવતુ હોય તો ચંડોળા તળાવની જગ્યામા તો માંડ ચાલીને બહાર નીકળી શકાય એટલી જ જગ્યા છોડીને બિંદાસ્ત ગેરકાયદેસર બાંધકામ વર્ષો સુધી થતાં આવ્યા છતાં ન તો મ્યુનિસિપલ તંત્રના અધિકારીઓ તરફથી આ ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી થઈ હતી.ના તો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢી દાયકાથી સત્તામાં રહેલા ભાજપ તરફથી કોઈ પ્રયાસ કરાયો.
અમદાવાદના ચંડોળામાં 'મિનિ બાંગ્લાદેશ'
ચંડોળા તળાવ વિસ્તારમાં બંગલાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા ઉપરાંત લાલા બિહારીના ફાર્મ હાઉસ ખાતે 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. તળાવની એક લાખ ચોરસ મીટર જગ્યામાં ઉભા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામ દુર કર્યા હતા.દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભરત પરમારે કહ્યું,જે મકાન આઈડેન્ટિફાય કરાયા હતા તે તોડવામાં આવ્યા છે. 60 ટકા કામગીરી પુરી કરાઈ છે. તળાવની જગ્યામાં બંધાયેલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હજુ બે દિવસ ચાલશે.
ચંડોળા તળાવની હજુ કેટલી જગ્યા ખુલ્લી કરવાની બાકી એ બાબતને લઈ તંત્રનું મૌન
અમદાવાદનુ ચંડોળા તળાવ ડેવલપ કરવા રાજય સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યુ હતું. વર્ષોથી આ તળાવમાં ગેરકાયદેસર બંગલા, રીસોર્ટ અને અંદાજે બે હજાર ઝૂંપડાના દબાણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની રહેમનજર હેઠળ ફૂલ્યાફાલ્યા હતા. સામાન્ય માનવીના ઓટલા તોડી પાડતા મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ચંડોળા તળાવમાં થતાં ગેરકાયદે બાંધકામોને નજર અંદાજ કર્યા હતા.વર્ષ-2024માં આશરે 10.96 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવને ડેવલપ કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રુપિયા 20 કરોડનુ ટેન્ડર બહાર પડાયુ હતુ.એક વર્ષ પછી તળાવ ડેવલપમેન્ટની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે.કેટલા ટકા કામગીરી પુરી કરાઈ તે અંગે કોઈ બોલવા તૈયાર નથી.