અમદાવાદના ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે અહીં ઝૂંપડાઓની વચ્ચે 2000 વારની વિશાળ જગ્યામાં પથારેલું આલિશાન ફાર્મ હાઉસ જોવા મળ્યું. પોલીસ કમિશનરે સ્થળની મુલાકાત લેતાં તે પણ અચંબામાં મુકાઇ ગયા. આ ફાર્મ બીજા કોઇનું નહી પણ લલ્લા બિહારીનું હોવાનું જાણવા મળ્યું છે.

