Ahmedabad News: અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનું સામ્રાજ્ય ચલાવનાર કુખ્યાત આરોપી લલ્લા બિહારીને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેને કોર્ટમાં રજુ કરી આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવાળા હતા. ત્યારે આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ દ્વારા લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને ફાર્મ હાઉસ પર લવાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બંને આરોગ્ય ફાર્મ હાઉસ ખાતે લવાયા હતા. બંને આરોપીને ફાર્મ હાઉસ ખાતે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પરત લઈ જવામાં આવ્યા હતા.
મળતા અહેવાલ પ્રમાણે કુખ્યાત આરોપી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને ભાડે આપીને કાળી કમાણી કરતો હતો. મોટાપાયે કાળો કારોબાર કરનાર લલ્લા બિહારીના સામ્રાજ્યની એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં લલ્લા બિહારીની ચારેય પત્નીના અલગ અલગ મકાનમાં તપાસ કરીને ક્રાઇમબ્રાંચે નાણાં ગણવા માટેનું મશીન અને થેલા ભરીને ભાડા કરાર, મકાનોના ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.