વક્ફ સુધારા બિલ લોકસભામાં રજૂ થાય તે પહેલાં દેશમાં રાજકારણ ગરમાયું છે. ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ કહ્યું છે કે, તે વક્ફ સુધારા બિલને સમર્થન આપશે. ટીડીપીએ કહ્યું કે, સીએમ ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમોના પક્ષમાં છે. ટીડીપી નેતા પ્રેમ કુમાર જૈને જણાવ્યું હતું કે, દેશભરના મુસ્લિમો સંસદમાં રજૂ થનારા વક્ફ સુધારા બિલ પર નજર રાખી રહ્યા છે.

