Home / Gujarat / Surat : Change in weather amid drought forecast

Surat News: માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, કેરી ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા

Surat News: માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો, કેરી ઉત્પાદક ખેડૂતોની વધી ચિંતા

છેલ્લા થોડા દિવસોમાં વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. સુરત જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. સવારથી જ સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળોની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. જેથી ઉકળતા તાપ વચ્ચે લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યાં છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બફારાથી મળી રાહત

સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, ઓલપાડ, મહુવા, માંડવી અને ઉમરપાડા સહિતના તાલુકાઓમાં આકાશમાં વાદળોનું આવરણ છવાયેલું છે. થોડીવાર તડકો અને થોડીવાર છાંયડો એવી સ્થિતિ સર્જાઈ છે. પવનની ગતિમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે લોકોને બફારાથી કેટલીક રાહત મળી છે.

દરિયા કાંઠે વરસાદી છાંટા પડ્યા

વિશેષ નોંધનીય છે કે થોડા દિવસ પહેલા ઓલપાડ તાલુકાના દરિયા કાંઠા વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા. હાલમાં કેરીનો પાક તૈયાર થવાની અંતિમ અવસ્થામાં છે, ત્યારે આ વાતાવરણના પલટાએ કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધારી છે. માવઠું થવાની સ્થિતિમાં કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે.

Related News

Icon