
BCCIએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે.યુવા બેટ્સમેન શુભમન ગિલને ટેસ્ટ કેપ્ટન્સી સોપવામાં આવી છે જ્યારે મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરને ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. બીજી તરફ ટેસ્ટ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેને ફરી એક વખત નજરઅંદાજ કરવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડ સામે ભારતની યુવા ટેસ્ટ ટીમની જાહેરાત થતા જ ફેન્સ પૂજારા અને રહાણેની ક્રિકેટ કરિયરનો અંત માની રહ્યાં છે.
પૂજારા-રહાણેની ક્રિકેટ કરિયર પૂર્ણ!
વિરાટ કોહલી-રોહિત શર્મા અને આર.અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે બન્ને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો મહત્ત્વનો ભાગ રહ્યાં છે પણ આ બન્ને ખેલાડી છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત બાદ ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેનું ટેસ્ટ ક્રિકેટમાં વાપસીના દરવાજા લગભગ બંધ થઇ ગયા હોય તેમ લાગે છે.
ચેતેશ્વર પૂજારા
ટેસ્ટ કારકિર્દી:
મેચો: 103 (2010-2023)
રન: 7,195
સરેરાશ: 43.60
સદી: 19
અર્ધસદી: 35
સર્વોચ્ચ સ્કોર: 206*
નોંધપાત્ર સિદ્ધિ: 2018-19માં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતમાં મહત્વનું યોગદાન, જ્યાં તેમણે 521 રન બનાવ્યા હતા.
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ:
છેલ્લી ટેસ્ટ: જૂન 2023, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ, ઓસ્ટ્રેલિયા સામે (લંડન).
પ્રદર્શન: પ્રથમ ઈનિંગમાં 14 રન (25 બોલ) અને બીજી ઈનિંગમાં 27 રન (47 બોલ).
આ મેચ બાદ ચેતેશ્વર પૂજારાને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને હવે તેનું ટીમમાં પાછું ફરવું અઘરું લાગે છે, કારણ કે યુવા ખેલાડીઓને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
અજિંક્ય રહાણે
ટેસ્ટ કારકિર્દી:
મેચ: 85 (2011-2023)
રન: 5,077
સરેરાશ: 38.46
સદી: 12
અર્ધસદી: 26
સર્વોચ્ચ સ્કોર: 188
નોંધપાત્ર સિદ્ધિ: 2020-21 ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમનું નેતૃત્ત્વ કર્યું, જ્યાં ભારતે 2-1થી શ્રેણી જીતી. મેલબોર્ન ટેસ્ટમાં 112 રનની શાનદાર ઈનિંગ.
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ:
છેલ્લી ટેસ્ટ: જાન્યુઆરી 2023, વેસ્ટ ઈન્ડીઝ સામે (પોર્ટ ઓફ સ્પેન).
પ્રદર્શન: પ્રથમ ઈનિંગમાં 3 રન (13 બોલ) અને બીજી ઈનિંગમાં 8 રન (36 બોલ).
આ મેચ બાદ રહાણેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને તેનું પણ ટીમમાં પાછું ફરવું પણ અઘરું લાગે છે.
ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણે બંનેએ ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે પરંતુ 2023 બાદ તેઓ ટીમમાંથી બહાર છે. પૂજારાની છેલ્લી ટેસ્ટ જૂન 2023માં (WTC ફાઈનલ) અને રહાણેની છેલ્લી ટેસ્ટ જાન્યુઆરી 2023માં હતી.બંને હાલમાં ઘરેલું ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ યુવા ખેલાડીઓની પસંદગીને કારણે તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની શક્યતા ઓછી લાગે છે.
ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વાઇસ કેપ્ટન, વિકેટ કીપર), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, અભિમન્યુ ઇશ્વરન, કરૂણ નાયર, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંઘ, કુલદીપ યાદવ