આ વર્ષની કોઈપણ ફિલ્મ કમાણીની દૃષ્ટિએ ઐતિહાસિક ફિલ્મ 'છાવા' ને ટક્કર નથી આપી શકી. સલમાન ખાનની ફિલ્મ ;સિકંદર' પાસેથી અપેક્ષાઓ હતી, પરંતુ ભાઈજાનની ફિલ્મ આમ કરવામાં સફળ ન રહી. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને સિનેમા પ્રેમીઓએ ઘણો પ્રેમ આપ્યો. આમાં વિક્કી કૌશલે મરાઠા યોદ્ધા છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી હતી અને રશ્મિકા મંદાના તેમના પત્નીની ભૂમિકામાં જોવા મળી હતી.

