
ગુજરાતના હળવદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. હળવદના ચરવડા ગુરુકુળમાં દુષ્કર્મ કેસમાં ગુરુકુળ સંચાલક મામા અને ભાણેજને કોર્ટે 10 વર્ષની સખત કેદની સજા ફટાકરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2018માં હળવદ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
22 વર્ષની યુવતી સાથે બન્નેએ ઓફિસમાં આચર્યું હતું દુષ્કર્મ
જે મુજબ 22 વર્ષની યુવતી ગુરુકુળમાં નર્સિંગ કોર્સમાં એડમિશન લેવા ગઈ હતી.તે દરમિયાન ગુરુકુળ સંચાલક સહિત બે શખ્સોએ ઓફિસમાં દુષ્કર્મ આચર્યુ હોવાનો આરોપ લાગ્યો હતો.
બંને શખ્સોને દોષી ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા
ગુરુકુળના સંચાલક શાસ્ત્રીજી લલીત પટેલ,અને અલ્કેશ પટેલ મરજી વિરુદ્ધ દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો.કોર્ટે બંને શખ્સોને દોષી ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.તેમજ દંડની રકમ પેટે એક એક લાખ સહિત કુલ ચાર લાખ યુવતીને વળતર પેટે ચુકાવવા આદેશ કર્યો છે..