Chota Udepur News: છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં 477 આંગણવાડીના મકાન જ નથી. ૧૧૮ આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. જ્યારે ૩૫૯ આંગણવાડી ગ્રામજનો તેડાઘર અને અન્ય લોકોના મકાનોમાં આંગણવાડી ચાલે છે. વિકાસ મોડલની વરવી વાસ્તવિકતા આંગણવાડીઓના મકાન પણ સરકાર બનાવી શકતી નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ દુગ્ધા અને કડૂલી મહુડી સહિત નસવાડી તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડીના મકાન ના હોય ઝૂપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ દુગ્ધા અને કડૂલી મહુડી સહિત નસવાડી તાલુકાના વિવિધ ગામોમાં આંગણવાડીના મકાન ના હોય ઝૂપડામાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાં સરકારના જે વિકાસના દાવાઓ છે તે પોકળ સાબિત થાય છે.
નસવાડી તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ દુગ્ધા અને કડૂલી મહુડી સહિત વિવિધ ગામોમાં આંગણવાડીના મકાનો ના હોવાથી બાળકોને કાચા ઝૂપડામાં બેસાડવામાં આવે છે. કાચા ઝૂંપડાની અંદર પંખા લાઇટ અને શૌચાલયની પણ વ્યવસ્થા નથી. હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને ભારે પવન અને વરસાદ આવે અને કોઈ બાળકને ઈજાઓ પહોંચે તો તેની જવાબદારી કોણ લેશે. 50થી વધુ બાળકો આંગણવાડીઓમાં અભ્યાસ કરે છે. ત્યારે સ્થાનિક લોકો અને આગેવાનો માંગ કરે છે, કે સરકાર વહેલી તકે આંગણવાડીનું નવીન મકાન બનાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે.
જ્યારે આ બાબતે આ વિભાગના અધિકારી જિલ્લા પોગ્રામ ઓફિસર કે.એન.પટેલ એ જણાવ્યું હતું, કે છોટાઉદેપુર જિલ્લામાં ૧૧૮૨ જેટલી આંગણવાડીઓ આવેલી છે. જેમાં ૭૦૫ આંગણવાડીના સરકારી મકાન છે. જ્યારે ભાડાના મકાન ૧૧૮ છે. અને ખાનગી મકાનોમાં ૩૫૯ જેટલી આંગણવાડીઓ ચાલે છે. અત્યારે ખાનગી મકાનમાં ચાલતી આંગણવાડી વિવિધ યોજનાઓ હેઠળ નવીન બનાવવાની પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે. એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું.