Chota Udepur News: છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે ભારજ નદી ઉપર 4 કરોડ 25 લાખના ખર્ચે બનાવેલ ડાયવર્ઝન ભાંગીને ભુક્કો થયો. નેશનલ હાઈવે 56ના અધિકારીઓના વાંકે 6 કરોડથી વધુની રકમ ડાયવર્ઝનમાં ખર્ચવામાં આવી પરંતુ ભ્રષ્ટાચારને લીધે અને નિયતિ કન્ટ્રકસન અને નેશનલ હાઈવે 56ના અધિકારીઓના વાંકે બે રાજ્યોની પ્રજા દુઃખી હાલતમાં છે.
હાલ 30 કિલોમીટરનો ફેરો ખાવાનો વારો મોટા ઉપાડે ભાજપના નેતાઓએ ડાયવર્ઝનને ખુલ્લું મૂક્યું હતું ત્રણ મહિનામાં જ આ ડાયવર્ઝન તણાઈ ગયું. ઇજેનરોએ બે વાર અલગ અલગ ડિઝાઇન થી ડાયવર્ઝન બનાવ્યા પરંતુ ઇજેનરોની બેદરકારીના કારણે ડાયવર્ઝન તણાયા છે.