
Chhota Udepur News: છોટાઉદેપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે ગામમાં એક ઘરની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં એક મહિલાનું કરુણ મોત નિપજ્યું છે. છોટાઉદેપુર જીલ્લામાં ભારે વરસાદ અને તોફાની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જેતપુરપાવીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં મહિલાનું મોત નિપજ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, છોટાઉદેપુર જીલ્લામાં જેતપુરપાવીના બોરઘા ગામે વેતીયાભાઈ નાયકના મકાનની દીવાલ ધરાશાયી થતાં તેમની પત્ની મોજલીબેન નાયકનું મૃત્યુ થયું હતું. ગત રાત્રીના બાર વગ્યાના અરસા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં આ ઘટના બની હતી. કરાલી પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.