છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતાં કેરીનાં પાકમાં મોટું નુકશાન થયું છે. નસવાડીની આંબાવાડીઓમાં કેરીઓ ખરી પડતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ભારે પવનને લીધે રાજાપુરી કેરી ઝાડ પરથી પડી ગઈ હતી.ત્યારે આગામી દિવસોમાં કેરીનાં ભાવમાં વધારો જોવા મળે તો નવાઈ નહિ.