VIDEO: છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ મોબાઈલ ફોનમાં એક વીડિયો બનાવીને આવતીકાલે એટલે કે, સોમવારે એસબીએમ કચેરીને તાળાબંધી કરવાની જાહેરાત કરી છે. આ એસબીએમ કચેરી દ્વારા બિલોની ચૂકવણી ન થતા સરપંચોમાં રોષ વ્યાપ્યો છે. જે અંગેની વારંવાર રજૂઆત કરવા છતાં બિલોની ચૂકવણી થઈ નથી. જેથી આખરે કંટાળીને તાળાબંધી કરવાની જાહેરાત કરવાની નોબત આવી છે.
છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીએ આવેલી SBM કચેરીને આવતીકાલે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષે વીડિયો બનાવી તાળાબંધી કરવાનો વીડિયો બનાવીને જાહેરાત કરી છે. કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવાએ જિલ્લાના તમામ સરપંચોને આવતીકાલે સવારે 11 વાગ્યે આવીને એસબીએમ કચેરીને કાયમી રીતે તાળાબંધી કરવાનું આહ્વાન કર્યું હતું. કચેરી મજૂરોને બિલ ચુકવવામાં વિલંબ કરતી હોવાનો કારોબારી અધ્યક્ષે વીડિયોમાં આરોપ મૂક્યો હતો.