છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની માલિકીનો રસ્તો છે. 12 વર્ષ પહેલા આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. તેમાં એક એક ફૂટના ખાડા પડી ગયા છે. જેના કારણે રસ્તા ઉપ થી પસાર થવું મુશ્કેલ છે. વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે. શાળાએ જતા બાળકોને નીકળવાની મુશ્કેલી છે. બીમાર દર્દીઓને લઇ જવાની મુશ્કેલી છે. ખાડાના કારણે વારવાર અકસ્માત થાય છે. અનેક લોકોને ઈજાઓ થાય છે.
ચક્કાજામની ચીમકી
પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને વારંવાર લેખિતમાં રજૂઆત કરવા છતાંય ખાડા પુરાવામાં આવતા નથી. નવો રસ્તો મંજૂર થઈ ગયો હોવાની તંત્ર વાતો કરે છે. પરંતુ રસ્તો બનાવવામાં આવતો નથી. જેને લઈને ગ્રામજનો ખાડા પુરવા માટે વારવાર રજૂઆત કરવા છતાંય તંત્રના અધિકારીઓ ધ્યાન ના આપતા ગ્રામજનો ભેગા થઈને સરકારને જગાડવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. 25 ગામોના લોકોએ ચેતવણી આપી છે કે, જો આ માર્ગના ખાડા નહીં પૂરવામાં આવે તો નેશનલ હાઈવે 56 છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ને જોડતા માર્ગ ઉપર ચક્કાજામ કરીશું તેની જવાબદારી તંત્રની રહેશે.