સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં થયેલા કામોના પૈસાનું ચૂકવણું કરવામાં ન આવતા ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ ભાઈ રાઠવા વિફર્યા અને તાલુકા પંચાયત કચેરી તાળું મારવા પહોંચી ગયા હતા. સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા હેન્ડ પંપનું પાણી આસપાસ ન ભરાય તે માટે શોકપિટ તાલુકા પંચાયત દ્વારા જે તે ગ્રામ પંચાયતને કામ સોંપવામાં આવે છે. પંચાયતને આ કામગીરી માટે તાલુકા પંચાયતને પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. જે તે ગ્રામ્ય વિસ્તાર ગરીબી રેખા હેઠળ આવતા લોકોને કામ સોંપવામાં આવે છે.
રજૂઆત સંભળાઈ નહી
સરકારની યોજનાને લઈ છોટાઉદેપુર જિલ્લાના કેટલાય ગામોમાં કામો કરવામાં આવ્યા હતાં. પરંતું જે ગામોમાં કામો થયા તે ગામોની પંચાયતને તાલુકા પંચાયત દ્વારા પૈસાની ચૂકવણી ન થતા આજે સરપંચો અવઢવમાં મૂકાયાં હતા. પંચાયતમાં પૈસા ના આવતા જે કામ ગરીબ મજુરોએ કર્યા તેમણે પૈસા ના મળતા સરપંચોએ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષને વારંવાર રજૂઆત કરી હતી. કારોબારી અધ્યક્ષ રાજેશ ભાઈ રાઠવાએ પણ અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા છેલ્લે તાલુકા પંચાયત ઓફિસ ઉપર તાળા બાંધી કરવા પહોંચી ગયા હતા.
પોલીસે કાફલો ગોઠવ્યો
તાલુકા પંચાયત અધ્યક્ષ રાજેશ ભાઈએ રાઠવા તાલુકા પંચાયત ને તાળા બંધી કરવા ની હોવાની જાણ પોલીસ વિભાગ ને થતા જ પોલીસ તાલુકા પંચાયત પર તૈનાત થઈ હતી . રાજેશ ભાઈ ને ઓફિસ સુધી પહોચતા રોકવા ની કોશિસ કરી પરંતુ અધિકારી સાથે વાત કરવી છે તેવી વાત કરતા તાલુકા પંચાયત ના એસ.બી.કોરડિનેટર સાથે વાત કરી . રાજેશ ભાઈ ના આક્રોશ પારખી આઠ દિવસ માં નિકાલ લાવવા ની વાત કરી .અધિકારી ની ફરી એક વાર વાત માની અને જણાવ્યું કે 10 દિવસમાં નિકાલ નહીં આવે તો તમામ સરપંચો સાથે આવી તાલુકા પંચાયત ને તાળા બંધી કરવા માં આવશે રાજેશ ભાઈ એ જણાવ્યું કે છોટાઉદેપુર વહીવટી તંત્ર પર આક્ષેપ સાથે જાણવું કે છોટાઉદેપુર ની બાજુ માં આવેલ દાહોદ જિલ્લા માં વિકાસ ના કામો કર્યા વગર પૈસા મળી જાય છે. તો છોટાઉદેપુર જિલ્લા માં કામ કરવા છતાં પૈસા મળતા નથી. અમારા જિલ્લા માં ભેદ ભાવ કેમ .ખરેખર જિલ્લા ના વહીવટ તંત્ર જવાબદાર છે. દાહોદ માં થયેલ ભ્રષ્ટાચાર નો પણ ઉલ્લેખ કર્યો હતો. નવાઇ ની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લા માં ભાજપ ના તમામ નેતા ઓ પૈકી એક અપવાદ એવા તાલુકા પંચાયત ના કારોબારી અઘ્યક્ષ જ હવે મેદાને આવતા ચર્ચા ની વિષય બન્યો છે.