છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક છોટાઉદેપુર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ ચાલે છે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના હસ્તે નસવાડી તાલુકાના વઘાચ ગામે પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો અને ત્રણ જેટલી શાળાઓમાં 200 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો જયારે નસવાડી તાલુકાના વઘાચ ખાતે ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા માં 220 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ગ્રાન્ટ ફાળવાતી નથી
વિદ્યાર્થીઓને ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળે તે માટે વોટરકુલર આપવામાં આવેલ છે. તે બંધ હાલતમાં છે. આ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખને પૂછતાં તેઓએ જણાવ્યું કે, વોટર કુલર રીપેર કરાવવા માટે આચાર્યને સૂચના આપેલી છે. આચાર્યના જણાવ્યા મુજબ વોટરકુલર જૂનું થઇ ગયું છે એક વાર રીપેર કરાવ્યું હતું. પરંતુ ફરી બંધ થઇ જતા રીપેર કરાવ્યું નથી. છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં સ્વ ભંડોળમાં લાખો રૂપિયાની ગ્રાંટો આવે છે. જિલ્લાની 1249થી વધુ પ્રાથમિક શાળાઓ આવેલી છે. તેમાં દરેક જગ્યાએ વોટરકુલરો નવા ફાળવવામાં આવે તેવું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખના હાથ માં હોય છે. પરંતુ પ્રજાલક્ષી કામો અને બાળકો ને સુવિધા મળે તેવા કામો કરવામાં આવતા નથી.
ફાયરસેફ્ટીની સુવિધા નથી
જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ધ્યાન આપવું જોઈએ જયારે શાળા માં ફાયરસેફટી ની સુવિધા ની કામગીરી છેલ્લા ચાર માસ થી વધુ ના સમય થી ચાલી રહી છે તેની કામગીરી પણ પૂર્ણ થઇ નથી ત્યારે બાળકો ના હિત માટે ફાયરસેફટી ની કામગીરી ઝડપ થી થવી જોઈએ તે જરૂરી બન્યું છે છોટાઉપુર જિલ્લાના 6 તાલુકાઓમાં આદિવાસી વિસ્તારો માં આવેલી પ્રાથમિક શાળા માં ભણતા વિદ્યાર્થીઓ ને બોર નું પાણી ટાંકી માં ભરીને પીવા માટે આપવામાં આવે છે આ બોર ના પાણીમાં ટીડીએસ નું પ્રમાણ વધારે હોય છે ત્યારે અધિકારીઓએ અને ચૂંટાયેલી પાંખ ના સત્તાધીશો એ બાળકો ના હિત માટે પ્રાથમિક શાળા માં બાળકો ને પીવાનું પાણી શુદ્ધ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ .