છોટાઉદેપુરના બોડેલી નસવાડી રોડ ઉપર ઓરસંગ નદી ઉપર બ્રિજ આવેલો છે. આ બ્રિજની લંબાઈ 100 મીટરથી વધારે છે. દરરોજ હજારો વાહનો આ રસ્તા ઉપર પસાર થાય છે. ત્યારે આ બ્રિજ ઉપર મોટા મોટા ખાડા પડતા નેશનલ હાઇવે 56 વિભાગ દ્વારા પૂલના રોડ ઉપર ખાડા પુરવા માટે પેવરબ્લોક ખાડામાં નાખ્યા અને તેના ઉપર દસ્ત નાખી દીધું છે. જેનાથી ખાડાનું લેવલ થઇ જાય. પરંતુ,નિયમ મુજબ ખાડા પુરવા માટે મેટલ નાખવાના હોય છે. જેના ઉપર ડામરનો માલ નાખવાનો હોય છે.
પેવર બ્લોકથી જોખમ
ઈજેનરોએ પૂલના ખાડામાં દસ્ત અને પેવરબ્લોક નાખીને ખાડા પૂરતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. દસ્ત નાખવાથી વરસાદના પાણીમાં દસ્ત ધોવાઈ જાય અને પેવરબ્લોક ખુલી જાય. જયારે ભારદારી વાહનના ટાયર નીચે આ પેવરબ્લોક આવે અને ઉછળે ત્યારે બાઈક સવાર પગપાળા જતા લોકોને વાગે તો મોત પણ નીપજી શકે છે. પહેલી વાર આવી રીતના ખાડા પુરવામાં આવતા હતા. નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓની અણઆવડત બહાર આવી છે.
નવેસરથી ખાડા પૂરવાની માગ
નેશનલ હાઇવે 56 વિભાગના અધિકારીઓ નસવાડી બોડેલી રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયા હોવા છતાંય ખાડા પુરાવતા નથી. પહેલા જ વરસાદમાં ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઇ ગયા છે. નસવાડી બોડેલી રોડ ઉપર વહેલી તકે ખાડા પૂરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જયારે બ્રિજ ઉપર જે ખાડા પુરવામાં આવ્યા છે. તે ખાડા નવેસરથી પૂરાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.