કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે (8 એપ્રિલ, 2025) અમદાવાદ આવેલા 79 વર્ષીય કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

