
ચાઇલ્ડ ટ્રાફિકિંગ કેસ પર સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર નવજાત બાળકોની ચોરી મામલે કડક પગલા ભરે. જે હોસ્પિટલમાંથી કોઇ નવજાત બાળક ચોરી થયું હોય સૌથી પહેલા તેનું લાઇસન્સ રદ કરી દેવું જોઇએ.
ચાઇલ્ડ ટ્રાફિકિંગ પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
વારાણસી અને તેની આસપાસની હોસ્પિટલોમાં બાળક ચોરીની ઘટનાઓના આરોપીઓને અલ્હાબાદ હાઇકોર્ટે 2024માં જામીન આપી દીધા હતા, તેના વિરૂદ્ધ બાળકોના પરિવારોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કેસને સાંભળતા તેનો દાયરો વધારી દીધો હતો. કોર્ટે રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ અને ભારતીય ઇંસ્ટીટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ પાસે રિપોર્ટ માંગ્યો હતો.
બાળક ચોરીના આરોપીઓના જામીન રદ
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જેબી પારડીવાલાની અધ્યક્ષતા ધરાવતી બેંચે આરોપીઓના જામીન રદ કરી નાખ્યા છે. કોર્ટે આ વાતને ચુકાદામાં નોંધી કે આ દેશવ્યાપી ગેન્ગ હતી, જેમના ચોરી કરેલા બાળકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને રાજસ્થાનમાંથી મળી આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આરોપીઓને સમાજ માટે ખતરો ગણાવ્યા છે અને કહ્યું કે તેમને જામીન આપવા હાઇકોર્ટના બેદરકારી ભર્યા વલણને દર્શાવે છે. સુપ્રીમ કોર્ટે જામીનના આદેશને પડકાર ના આપવા માટે ઉત્તર પ્રદેશ સરકારની પણ ટીકા કરી છે.
રાજ્ય સરકારને આપ્યા આદેશ
સુપ્રીમ કોર્ટે ચાઇલ્ડ ટ્રાફિકિંગના કેસમાં ભારતીય ઇંસ્ટીટ્યૂટ તરફથી આપવામાં આવેલા સૂચનને પોતાના ચુકાદામાં જગ્યા આપી છે અને તમામ રાજ્ય સરકારોને કહ્યું કે તેને વાંચીને અમલ કરો. એક મહત્ત્વનો આદેશ આપતા કોર્ટે કહ્યું કે જો કોઇ મહિલા બાળકને જન્મ આપવા માટે હોસ્પિટલ આવે છે અને ત્યાં નવજાત બાળક ચોરી થઇ જાય તો સૌથી પહેલા હોસ્પિટલનું લાઇસન્સ સરકારે રદ કરી દેવું જોઇએ, તેનાથી બાળક ચોરીની ઘટનામાં કેટલીક હદ સુધી અંકુશ લાગી શકશે.
માતા પિતા સતર્ક રહે, સુપ્રીમ કોર્ટની સલાહ
કોર્ટે તમામ માતા-પિતાને સલાહ આપી છે કે તે હોસ્પિટલમાં પોતાના નવજાત બાળકોની સુરક્ષાને લઇને વધારે સાવચેત રહે. સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટને કહ્યું કે તે ચાઇલ્ડ ટ્રાફિકિંગના પેન્ડિંગ કેસોની વિગતો લો અને ટ્રાયલ કોર્ટને 6 મહિનાની અંદર તેનો નિકાલ કરવાનો નિર્દેશ આપો.