Home / World : Five killed in deadly explosion at chemical plant in China

VIDEO: ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતાં 5ના મોત, 19 ઘાયલ, વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ

VIDEO: ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતાં 5ના મોત, 19 ઘાયલ, વિસ્ફોટના અનેક વીડિયો વાયરલ

મંગળવારે ચીનમાં એક કેમિકલ પ્લાન્ટમાં ભયાનક વિસ્ફોટ થતાં આકાશમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ ગયા છે. આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. વિસ્ફોટના કારણે આસપાસની અનેક બિલ્ડિંગોને નુકસાન પણ થયું છે. સ્થાનિક અધિકારીઓએ બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

વિસ્ફોટની ઘટનાના અનેક વીડિયો વાયરલ

ચીનના મીડિયા રિપોર્ટ મુજબ, આ વિસ્ફોટ શેનડોંગ પ્રાંતના ગાઓમી શહેરમાં શાંદોંગ યુદાઓ કેમિકલના વર્કશોપમાં થયો હતો. અહીં અનેક ઈજાગ્રસ્તોને તાત્કાલીક પ્લાન્ટમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટની ઘટનાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બીજી તરફ આગ કયા કારણોસર લાગી તેની હજુ કોઈ માહિતી સામે આવી નથી.

અનેક કિલોમીટર દૂર સૂધી દેખાયો ધુમાડો

ચીની સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ચીની મંત્રાલયે કહ્યું કે, સ્થાનિક ફાયર બ્રિગેડની 55 ગાડીઓ અને 232 કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલાયા છે. જ્યારે કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે એક ટાસ્ક ફોર્સ અને બચાવ દળ પણ તાત્કાલીક ઘટના સ્થળે મોકલ્યું છે.

Related News

Icon