બહુમુખી પ્રતિભાના સ્વામી ગણાતા અભિનેતા રણદીપ હુડાએ વર્ષ ૨૦૨૩માં ઈશાન ભારતની ખૂબસુરત અદાકારા લીન લેશરામ સાથે લગ્ન કર્યાં ત્યાર પછી તેનું સમગ્ર વ્યક્તિત્વ,વિચારો,જીવન જીવવાની રીત બદલાઈ ગયાં છે. અલબત્ત, સકારાત્મક રીતે. અભિનેતા સ્વયં આ વાત કબૂલ કરતાં કહે છે કે લીન સાથે વિવાહ કર્યા પછી તેના વ્યક્તિગત જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. હવે તે દુનિયા સાથે અલગ રીતે જોડાઈ રહ્યો છે.

