ભારતમાં ધાર્મિક પરિવર્તન અંગે વારંવાર પ્રશ્નો ઉભા થયા છે, પરંતુ પ્યુ રિસર્ચ સર્વે અનુસાર, સમગ્ર વિશ્વમાં ધાર્મિક પરિવર્તન એક મુખ્ય મુદ્દો છે. સર્વેમાં મળેલા ડેટા અનુસાર, બીજા ધર્મમાં ધર્માંતરિત થયેલા અથવા નાસ્તિકતા અપનાવનારા લોકોની સંખ્યા ખ્રિસ્તી ધર્મમાં સૌથી વધુ અને બૌદ્ધ ધર્મમાં બીજા ક્રમે છે. બૌદ્ધ બહુમતી ધરાવતા દેશ દક્ષિણ કોરિયામાં, ધર્મમાં શ્રદ્ધા સતત ઘટી રહી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ કોરિયામાં લગભગ ૫૦ ટકા લોકો પુખ્ત થયા પછી, તેઓ જે ધર્મમાં જન્મ્યા હતા તે સાથેના સંબંધો તોડી નાખે છે. આ બાબતમાં, હિન્દુઓ અને મુસ્લિમોની સ્થિતિ સારી છે અને તેમની ટકાવારી ઘણી ઓછી છે. પ્યુ રિસર્ચ અનુસાર, ભારત અને બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્માંતરણ લગભગ નહિવત્ છે. આ સર્વે 36 દેશોના 80,000 લોકો પર કરવામાં આવ્યો છે.

