Home / Career : Bumper recruitment in CISF for 12th pass candidates

JOB / CISFમાં નીકળી બમ્પર ભરતી, અહીં જાણો અરજી પ્રક્રિયા સહિતની વિગતો

JOB / CISFમાં નીકળી બમ્પર ભરતી, અહીં જાણો અરજી પ્રક્રિયા સહિતની વિગતો

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને ડ્રાઈવિંગમાં પણ રસ ધરાવો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ હેડ કોન્સ્ટેબલ (ડ્રાઇવર) ની કુલ 403 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. આ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 6 જૂન 2025 સુધી અરજી કરી શકે છે. આ ભરતી એવા યુવાનો માટે એક શ્રેષ્ઠ તક છે જેઓ દેશની સુરક્ષામાં જોડાઈને સેવા આપવા માંગે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કોણ અરજી કરી શકે છે?

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે માન્ય બોર્ડમાંથી 12 પાસનું સર્ટીફીકેટ હોવું જોઈએ. ઉપરાંત, રાજ્ય, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેમ્સ અને એથ્લેટિક્સમાં ભાગ લેવાનો અનુભવ હોવો જરૂરી છે. ઉમેદવારોએ અરજી કરતા પહેલા CISFની સત્તાવાર વેબસાઈટ પરથી લાયકાત અને પાત્રતા સંબંધિત માહિતી વાંચી લેવી જોઈએ.

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારની ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2025ના આધારે કરવામાં આવશે. તે જ સમયે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી

જનરલ, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે SC, ST અને તમામ મહિલા ઉમેદવારો પાસેથી કોઈ ફી નહીં લેવામાં આવે. ફી ઓનલાઈન મોડ દ્વારા ચૂકવી શકાય છે.

પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ટ્રાયલ ટેસ્ટ, પ્રોફિશિયન્સી ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ (PST) અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. આ પછી, બીજા તબક્કામાં મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. આ બધા ટેસ્ટ પાસ કરનાર ઉમેદવારોને અંતિમ મેરિટ યાદીમાં સામેલ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો CISFની સત્તાવાર વેબસાઈટ cisfrectt.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરતી વખતે, બધા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા અને ફી ચૂકવવી ફરજિયાત રહેશે. અરજી પૂર્ણ કર્યા પછી, તેની પ્રિન્ટઆઉટ લઈ લો અને તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખો.

Related News

Icon