Home / Gujarat / Rajkot : Former CM Vijay Rupani's lucky number is 1206, a sad coincidence!

દુઃખદ સંયોગ! પૂર્વ CM વિજય રૂપાણીનો લકી નંબર 1206, આજની તારીખ 12 અને 6ઠ્ઠો મહિનો

દુઃખદ સંયોગ! પૂર્વ CM વિજય રૂપાણીનો લકી નંબર 1206, આજની તારીખ 12 અને 6ઠ્ઠો મહિનો

આ તે કેવો દુઃખદ સંયોગ! અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમ વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. અમદાવાદમાં  બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 લોકોના મોત નિપજ્યાના સમાચાર છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો 1206 નંબર સાથે અનોખો નાતો રહ્યો છે. અને આજે તેમનું મોત થયું છે ત્યારે તારીખ પણ 1206 છે.  પૂર્વ મુખ્યમંત્રી વિજયરૂપાણી તેમની તમામ ગાડીઓના નંબર 1206 પાસ કર્યા છે. જ્યારે આજે તારીખ પણ 1206 છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો લક્કી નંબર 1206 છે. વિજય રૂપાણીના તમામ વાહનોની નંબર પ્લેટમાં 1206 આંક છે. આજે પ્લેન ક્રેશની દુઃખદ ઘટનામાં તેમનું મૃત્યુ થયું અને આજે પણ તારીખ છે 12 અને મહિનો 06 છે. 

જણાવી દઈએ કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ટેક ઑફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ વિમાન ઍરપોર્ટ પરથી બપોરે 1.38 વાગે ટેક ઑફ થયું હતું અને 1.40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, ટેક ઑફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતાં આ ઘટના બની હતી. એવું પણ કહેવાય છે કે, આ પ્લેનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી. 

પૂર્વ સીએમ વિજય રૂપાણી ઉપરાંત ઉદ્યોગ જગતના બે મોટા લીડર પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. જેમાં  લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન ઉપરાંત કાર્ગો મોટર્સના પ્રમુખ નંદા સહિત તેમના અન્ય બે ફેમિલી મેમ્બર પણ સવાર હતા

ગુજરાતનાં જાણીતા ઉદ્યોગપતિ પ્રમુખ નંદાનો આખો પરિવારનું મોત થયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. કાર્ગો મોટર્સ ગ્રુપ પશ્ચિમ ભારતમાં સૌથી અગ્રણી ઓટો ડીલરશીપ અને ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાતાઓમાંનું એક છે. કાર્ગો મોટર્સ ગ્રુપના સ્થાપક પ્રમુખ નંદા તેમના પરિવાર સાથે લંડન જઇ રહેલી ફ્લાઇટમાં સવાર હતા.  મુસાફરોની યાદીમાં પ્રમુખ નંદા ઉપરાંત તેમનાં પત્ની નેહા પ્રમુખ નંદા, પ્રમુખ પ્રવેશ નંદા અને પુત્ર પ્રયાસ પ્રમુખ નંદાના પણ નામ હોવાથી એ વાતની પુષ્ટિ થાય છે. કાર્ગો મોટર્સના નંદા પરિવારના 3 સભ્યો મુસાફરી કરતા હતા. જેમનું મોત થયું છે.  

આ ઉપરાંત અમદાવાદની પ્રખ્યાત સબમર્શીબલ પંપ બનાવતી કંપની લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષ અમીન પણ આ ફ્લાઈટમાં સવાર હતા. સુભાષચંદ્ર રામભાઇ અમીન ગુજરાતનાં અગ્રણી ઉદ્યોગપતિઓ પૈકીનાં એક છે.  આ પ્લેન દુર્ઘટનામાં તેમનું પણ મોત નિપજ્યું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.

Related News

Icon