અત્યાર સુધી આપણે અડધી રાત્રે રૂપિયાની જરૂરિયાત ઊભી થાય તો આપણે ATM નો ઉપયોગ કરતા હોય છે પણ હવે ATM થકી 24 કલાક ગમે ત્યારે સોનું અને ચાંદી ખરીદી શકાશે એવી સુવિધા અને નવું ઇનોવેશન સુરતના પ્રખ્યાત ડી.ખુલાશભાઈ જ્વેલર્સ વેસુ વીઆઇપી રોડ શોરૂમ દ્વારા ઊભી કરવામાં આવી છે. ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને ગોલ્ડ ATM કલેક્ટરની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જેના થકી કોઈ પણ વ્યક્તિ ડિજિટલ ટ્રાજેક્શન થી સોના અને ચાંદીના સિક્કા પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકશે.

