Home / India : Father commits suicide by jumping in front of train with 4 sons

હરિયાણામાં પિતાએ 4 પુત્રો સાથે કર્યો આપઘાત, ટ્રેનની આગળ કૂદી પડ્યા 

હરિયાણામાં પિતાએ 4 પુત્રો સાથે કર્યો આપઘાત, ટ્રેનની આગળ કૂદી પડ્યા 

હરિયાણાના બલ્લભગઢમાં મંગળવારે (10મી જૂન) એક પિતાએ ચાર બાળકો સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેણે આપઘાત કરતા પહેલા બાળકોને ઠંડા પીણા અને ચિપ્સ પણ આપ્યા હતા. જ્યારે ટ્રેન આવી ત્યારે બાળકોએ ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે બાળકોના હાથમાં પકડી લીધા અને એકસાથે ટ્રેન સામે કૂદી પડ્યા અને પાંચેયના મૃત્યુ નિપજ્યા હતાં. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

શું છે આખો મામલો?

મળતી માહિતી અનુસાર, હરિયાણાના બલ્લભગઢ વિસ્તારમાં મૂળ બિહારના રહેવાસી 45 વર્ષીય મનોજ મહતોનો તેની પત્ની પ્રિયા સાથે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. મંગળવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, ત્યારબાદ મનોજ મહતો બાળકોને પાર્કમાં લઈ જઈ રહ્યો છું કહીને ઘરની બહાર નીકળી ગયો.

પોલીસના જણાવ્યાનુસાર, મનોજ મહતો સ્ટેશનથી લગભગ એક કિલોમીટર દૂર રેલવે ટ્રેક પર ચાલતો જોવા મળ્યો હતો. તે બે બાળકોને ખભા પર લઈને બે બાળકોના હાથ પકડીને ચાલી રહ્યો હતો. લોકો પાયલોટ દૂરથી ઘણી વાર હોર્ન વગાડ્યો, પરંતુ તે પાટા પરથી ખસ્યો નહીં. જ્યારે બાળકો દોડવા લાગ્યા, ત્યારબાદ તેણે બાળકોના હાથમાં પકડી રાખ્યા અને ટ્રેન નજીક આવતાની સાથે જ 10 વર્ષીય પવન, નવ વર્ષીય કારુ, પાંચ વર્ષીય મુરલી અને ત્રણ વર્ષીય છોટુ સાથે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને ટ્રેક પરથી દૂર કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા હતા. હાલ આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. 

Related News

Icon