
અમદાવાદ શહેરમાં 1 એપ્રિલથી 15 મે સુધીમાં કુલ 100 લોકોએ વિવિધ કારણોસર આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં નોંધાયું છે. બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષ અને દિલ્હીમાં બિઝનેસમેન પુનિત ખુરાનાની આત્મહત્યાએ દેશભરમાં ચકચારી મચાવી હતી. બંનેએ પત્ની સાથેના અણબનાવના કારણે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.
પોલીસમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં છેલ્લા 45 દિવસમાં કુલ 100 વ્યક્તિઓએ આત્મહત્યા કરીને પોતાના જીવન ટૂંકાવી લીધાં છે. જેમાં 13 પુરુષો, 35 મહિલાઓ, 1 સગીર હતા, એટલે કહી શકાય કે શહેરમાં દરરોજ બેથી વધુ વ્યક્તિ કોઈપણ કારણના લીધે આપઘાત કરે છે. જે ગંભીર સ્થિતિ સૂચવે છે.
પહેલાંના સમયમાં આર્થિક સંકડામણ, પારીવારિક તણાવ, બીમારી, લગ્નસંબંધી કકડાટ, બેરોજગારી, સામાજિક પ્રતિષ્ઠા તથા દેવુ સહિતના કારણો મુખ્ય હતાં. પરંતુ છેલ્લાં કેટલાય સમયથી દારૂ-ડ્રગ જેવા વિવિધ નશા, પ્રોફેશનલ કરીયર, પ્રેમ પ્રકરણ, પ્રોપર્ટી વિવાદના કારણો પણ મુખ્ય બન્યા છે. આ દરેક મુંઝવણ માટે હેલ્પલાઈન, જાગૃતિ કાર્યક્રમો, જાહેરાતો વગેરે કરવા છતાં પણ આત્મહત્યા રોકવા તો દૂર ઘટાડવામાં પણ સફળતા મળી નથી.