
આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ સુરત શહેરમાં દર વર્ષે ખાડી પુર જેવી સમસ્યા સામે આવે છે અને સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોની અંદર પાણીનો ભરાવો જોવા મળતો હોય છે તેમજ લોકોને હાલાકી પડતી હોય છે અને મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠે છે ત્યારે આ વર્ષે મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી પણ સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. હાલ ૫૦ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ ગયી છે અને આવનારા ૨૦ દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સુરતના મેયર દક્ષેશ ભાઈ માવાણીએ જણાવ્યું છે.
50 ટકા કામગીરી પૂર્ણ
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આની કામગીરી શરુ છે. ૫૦ ટકા જેટલી મોન્સૂનની કામગીરી થઇ ગયી છે સુરતની વાત કરું તો સુરતના સ્ક્રેચમેન્ટની બહારના એરિયા પલસાણા, બારડોલીમાં પાણી ભરાઈ એ ખાડી માર્ગે સુરત આવતું હોય છે એટલે ખાડી પુર દર વર્ષે આવે છે સુરતમાં જે વરસાદ પડતો હોય તો સ્ટ્રોમડ્રેનેજ સુરતમાં બધે બિછાવી છે એના હિસાબે સુરતમાં પાણી ભરાવવાની સમસ્યા નથી પણ ખાડીના વિસ્તારની બાજુમાં જે લોકો રહે છે તે વિસ્તારમાં પાણી ભરાઈ છે આ વિસ્તારમાં પુરેપુરી મોનીટરીંગ ચાલુ છે ૫૦ ટકા જેટલી કામગીરી થઇ ગયી છે આવનારા ૨૦ દિવસમાં મોન્સુનની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે
એક્રોચમેન્ટ હટાવાયું
અત્યારે ડીએમસી પોતે મોનીટરીંગ કરી રહ્યા છે ત્રણથી ચાર વાર ડીએમસીએ આખી વિઝીટ કરી લીધી છે. આભવાની વાત કરું તો કલેકટરે ગયી વખતે ત્યાં એક્રોચમેન્ટ હતું એ પણ હટાવી દીધું છે આ વર્ષે મહાનગર પાલિકાએ મોન્સુનની કામગીરી ખુબ જ સરસ કરી છે અને આ વર્ષે અમને વિશ્વાસ છે કે જે પ્રમાણે કામગીરી કરી છે તે પ્રમાણે પાણી નહિ ભરાય. અધિકારીઓને ગયી વખતે જ્યાં પાણી ભરાણા હતા ત્યાં શું એક્રોચમેન્ટ હતું આ વખતે એક્રોચમેન્ટ જગ્યાને પણ દુર કરવામાં આવ્યા છે વ્યવસ્થિત ખાડીની સફાઈ કરવામાં આવી છે અને આવનારા ૨૦ દિવસમાં આ તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.