સુરત બોગસ ડોક્ટરનું એપી સેન્ટર બની ગયું હોય તેવો ઘાટ સર્જાયો છે. રોજે રોજ આરોગ્ય સાથે ચેડાં કરતાં જોલાછાપ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એસઓજી પોલીસે પરબમાંથી બીએસસી પાસ બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. બાતમી આધારે એસઓજી પોલીસ તેમજ વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડિકલ ઓફિસરની સંયુક્ત ટીમે પરબના ઓમ ઈન્ડસ્ટ્રીઝની માનસી ફેશન નીચે આવેલી દુકાન નંબર 3 મા રેઇડ કરી હતી.

