64 વર્ષ બાદ આજે ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. અમદાવાદમાં અમદાવાદમાં 'ન્યાયપથ'થીમ આધારિત આ અધિવેશનમાં પક્ષની દિશા-દશા મુદ્દે મહામંથન કરાશે સાથે સાથે ગુજરાત સહિત દેશમાં સાંપ્રત સમસ્યાઓને લઇને વિચાર વિમર્શ કરવામાં આવ્યું હતું. અધિવેશનમાં ભાગ લેવા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે સહિતના ટોચના નેતા અમદાવાદ પહોંચ્યા છે. બેઠક બાદ ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોંગ્રેસ પ્રેરિત રાજ્યોના CM, CLP નેતાઓ સહિત CWCના તમામ નેતાઓ રહ્યા હાજર.