
ફરી એકવાર કોરોનાએ દુનિયાભરમાં ફરીથી એન્ટ્રી મારી છે. ભારતના વિવિધ શહેરોમાં સતત કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. એવામાં ગુજરાતના પણ મુખ્ય શહેરોમાં કોરોનાએ માથું ઉંચક્યું છે. રાજ્યમાં ઠેર ઠેર હોસ્પિટલમાં આઈસોલશન વોર્ડની તૈયારી કરવામાં આવી રહી છે. તેમજ ઓક્સિજન તથા વેન્ટીલેટર જેવી સુવિધાઓ ઉભી કરાઈ રહી છે.
આણંદમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો
પેટલાદમાંથી આણંદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો છે. કોલેજ ચોકડી યોગી વિલા સોસાયટી વિસ્તારમાં એક કોરોનાનો પોઝિટિવ કેસ મળી આવ્યો છે. કોરોનાનો પ્રથમ કેસ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
બનાસકાંઠામાં જિલ્લાનો પ્રથમ કેસ નોંધાયો
બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર સતર્ક થયું છે. 11 વર્ષીય કિશોરનો કોરોના કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ મોટ પર છે. પાલનપુરમાં કોરોનાના પગ પેસારાને લઇ સિવિલમાં આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. 15 બેડ વાળા આઇસોલેશન વોર્ડમાં ઓકસીજન અને વેન્ટીલેટર જેવી સુવિધા ઉભી કરાઇ છે. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 31 વેલ્ટીનેટર,ઓકસીજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લામાં નોંધાયેલ કોરોના પ્રથમ કેસને લઈ હાલ તંત્ર એલર્ટ બન્યું છે.
સુરતમાં કોરોના પોઝિટિવ આવતા બંને દર્દી હોસ્પિટલમાં
સુરતમાં ફરી એકવાર કોરોના વાઈરસની એન્ટ્રી થઈ છે. સુરતમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. શહેરમાં આજે બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સિવિલના જ બે રેસિડેન્ટ તબીબોમાં કોરોનાના લક્ષણો દેખાતા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. બંને કેસના સંપર્કમાં આવેલા વ્યક્તિઓનું પણ ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં 24 કલાકમાં 20 નવા કેસ
કોરોનાનો કહેર અમદાવાદમાં યથાવતરુપે જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 20 કેસ નોંધાયા છે. ચાલુ માસમાં કુલ 39 કેસ નોંધાયા છે, જે પૈકી હાલમાં 8 ડિસ્ચાર્જ જ્યારે 31 કેસ એક્ટિવ છે. સૌથી વધારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10 કેસ નોંધાયા છે જ્યારે સૌથી ઓછા કેસ મધ્ય ઝોનમાં 1 કેસ નોંધાયો છે.
કોરોનાના કેસ ઝોન વાઇસ
મધ્ય: ૧
પશ્ચિમ: ૭
ઉત્તર પશ્ચિમ: ૧૦
દક્ષિણ પશ્ચિમ: 2
ઉત્તર: ૨
પૂર્વ: ૨
દક્ષિણ ઝોન: 10