કર્ણાટકની રાજધાની બેંગલુરુ નજીક નેલમંગલામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ખાનગી પુનર્વસન કેન્દ્રમાં(correctional facility) દાખલ વ્યક્તિને નિર્દયતાથી મારવામાં આવ્યો(The person was brutally beaten.) હતો. દર્દીની એકમાત્ર ભૂલ એ હતી કે તેણે વોર્ડનના કપડાં ધોવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે આ ઘટના અંગે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે દર્દીએ વોર્ડનના કપડાં ધોવા અને શૌચાલય સાફ કરવાની(Refused to clean the toilet.) ના પાડી હતી.
પોલીસે ધરપકડ કરી
આ ઘટના નેલમંગલા ગ્રામીણ પોલીસ હદ હેઠળના સુધાર ગૃહમાં બની હોવાનું કહેવાય છે. આ ઘટના ફેબ્રુઆરી મહિનામાં બની હોવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ હવે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે સુઓ મોટો કેસ નોંધ્યો છે અને ખાનગી પુનર્વસન કેન્દ્રના માલિકની ધરપકડ કરી છે.

