
ગુજરાતના સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ધોલવાણી ગામમાં આવેલી કાથોડી આશ્રમ શાળા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે સ્થાનિક જાગૃત નાગરિકે આદિજાતિ વિકાસ મંત્રી, શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી છે.
જમીન પર ખાનગી ખેતરમાંથી પથ્થરો કાઢી વેચાણ કરવાનો દાવો
આશ્રમ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સરકારી જમીન પર ખાનગી ખેતરમાંથી પથ્થરો કાઢી, તેને શાળાના મેદાનમાં એકઠા કરી વેચાણ કરવામાં આવ્યું હોવાનો દાવો કરવામા આવ્યો છે.
સામાનનો દુરુપયોગ અને નાણાંકીય ગેરવ્યવહારના આક્ષેપો
તેમજ શાળાના બાંધકામ માટેના સામાનનો દુરુપયોગ અને નાણાંકીય ગેરવ્યવહારના આક્ષેપો કરવામા આવ્યા છે..સરકાર સુધીની રજૂઆતોને પગલે ગાંધીનગરમાં મામલાની સુનાવણી યોજાઈ હતી જેમાં આશ્રમ શાળાની સરકારી ગ્રાન્ટ તાત્કાલિક અસરથી અટકાવવામાં આવી છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે તપાસ અને કડક પગલાંની માગણી ઉઠી છે.