અમદાવાદમાં ફરી એક વખત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે. 20 વર્ષની યુવતી કોરોના પોઝિટિવ આવી છે. શ્વાસ લેવામાં તકલીફ થતા તેને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 20 તારીખે જ એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના 7 કેસ સામે આવ્યા હતા.

